prabhujine samarya vina nathjine nivajya vina par nav padiye પ્રભુજીને સમર્યા વિના નાથજી ને નિવાજ્યા વિના પાર નવ પડીને Bhajan lyrics in gujarati
આ કાયા તો ધુતારાના શહેર છે
પ્રભુજીને સમર્યા વિના,
નાથજી નિવાજ્યા વિના
પાર નવ પડીએ.........
જનમ્યા હતા રે ત્યારે,
શું રે બોલી બોલતો ને
હવે રે બોલવામાં ઘણો ય ફેર છે
આ માયામાં મનડું તારુ,
બહુ રે લોભાણું ને
હરિને ભજવાથી તારે વેર છે
પ્રભુજીને સમર્યા........
મોટપણું રે તેં તો,
બહુ રે લીધું છે ને,
છોટપણે રે તને વેર છે
કુડી રે કમાણી તારી,
ચોપડે રે ચડશે
લેખા લેવાને ધણી તેડશે .
પ્રભુજીને સમર્યા........
હીરા માણેકને મોતી
છીપે છીપે રે ઘણાય ફેર છે
સાધુ બન્યા તેથી શું રે થયુંને
પ્યાલે પ્યાલામાં ઘણોય ફેર છે ..
પ્રભુજીને સમર્યા........
કહે "રવિરામ" ગુરૂ ભાણના પ્રતાપે
દીધા વિનાના કાંયથી પામશો
દેવું રે હોય તો કાંઇક દઇને રે જાજો
એમાં પ્રભુની સાચી મહેર છે .
પ્રભુજીને સમર્યા........

Comments
Post a Comment