piva madira premna avi chadyo tuj dham par પીવા મદિરા પ્રેમના આવી ચડ્યો તુજ ધામ પર Bhajan lyrics in gujarati
પીવા મદિરા પ્રેમની,
આવી ચડયો તુજ ધામ પર,
સાકી લગાડે વાર કાં,
દ્રષ્ટિ ઠરી છે જામ પર .
પીવા મદિરા પ્રેમની.......
દ્વવારે ઉભા વિનંતી કરું
ભિક્ષા દે સુરા પીઠની,
કુરબાન મારી જીંદગી છે,
એક તારા નામ પર ..
પીવા મદિરા પ્રેમની.......
તુજને ભજું તુજ પર મરું,
તુજ પ્રેમમાં ઘેલો ફરું,
કોઇ મરે છે કામ પર,
કોઇ મરે છે દામ પર ..
પીવા મદિરા પ્રેમની.......
પ્રેમને સમજ્યા વિના,
જીવ મોહ ના ફંદે ફસી,
અજ્ઞાનમાં ભૂલો પડી,
લલચાય છૂંદા કામ પર .
પીવા મદિરા પ્રેમની........
મોહ ત્યાગીને હવે,
"સતાર શાહ" પ્રેમી બનો,
પ્રેમી બનીને પ્રેમ રાખો,
વિશ્વ વ્યાપી રામ પર .
પીવા મદિરા પ્રેમની........

Comments
Post a Comment