pehla pehla jugma Rani પેહલા પેહલા જુગમાં રાણી Bhajan lyrics in gujarati
પહેલા પહેલા યુગમાં રાણી,
તું હતી પોપટી ને
અમે રે પોપટ રાજા રામના,
હા જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં, આંબલો પાક્યા ત્યારે
સુડલે મારેલ અમને ચાંચ રાણી પિંગલા
ઇરે પાપીડે મારા પ્રાણ જ હરીયાને
તોયે ન હાલી મારી સાથ રાણી પિંગલા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના
બીજા બીજા યુગમાં રાણી
તું હતી મૃગલીને
અમે રે મૃગેશ્વર રાજા રામના,
હો જી રે અમે રે મૃગેશ્વર રાજા રામના
વનરા તે વનમાં પારધિએ બાંધ્યો ફાંસલો
પડતાં છૂટયાતા મારા પ્રાણ રાણી પિંગલા
ઇરે પાપીડે મારા પ્રાણ જ હરીયાને
તોયે ન હાલી મારી સાથ રાણી પિંગલા.
દનડા સંભારો ખમ્મા........
ત્રીજા ત્રીજા યુગમાં રાણી
તું હતી બ્રાભણીને
અમે રે તપેસર રાજા રામના,
હો જી રે અમે રે તપેસર રાજા રામના
શીવને કારણીએ ફૂલ વીણવા ગ્યાંતા ત્યારે
ડસીયેલ કાળુડો નાગ રાણી પિંગલા
ઇરે પાપીડે મારા પ્રાણ જ હરીયાને
તોયે ન હાલી મારી સાથ રાણી પિંગલા..
દનડા સંભારો ખમ્મા..........
ચોથા ચોથા યુગમાં રાણી
તું હતી પિગલાને
અમે રે ભરથરી રાજા રામના,
હો જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર યુગનો સહવાસ હતો છતાંય
તોયે ન હાલી મારી સાથ રાણી પિંગલા..
દનડા સંભારો ખમ્મા..........

Comments
Post a Comment