padho re popat raja ramna પઢો રે પોપટ રાજા રામના Bhajan lyrics in gujarati

પઢો રે પોપટ રાજા રામના,
 સતી સીતાજી પઢાવે
પાસે બાંધી રૂડું પાંજરૂ, 
મુખે રામનામ જપાવે
પઢો રે પોપટ રાજા......


પોપટ તારે કારણે,
 લીલા વાંસરે વઢાવું
તેનું ઘડાવું પોપટ પાંજરું,
 હીરે રતને જડાવું
પઢો રે પોપટ રાજા......


પોપટ તારે કારણે,
 શી શી રસોઇ બનાવું
સાકરના કરી ચુરમા,
 ઊપર ઘી પીસાવું
પઢો રે પોપટ રાજા.......

પાંખ પીળીને પગ પાંડુરા,
 કોટે કાંઠલો છે કાળો
"નરસૈંયા" ના સ્વામીને ભજો, 
રાગ તાણી રૂપાળો
પઢો રે પોપટ રાજા.......

padho re popat raja ramna પઢો રે પોપટ રાજા રામના Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati