Mongho manushya deh fari fari ne મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને Bhajan lyrics in gujarati
મોંઘા મનુષ્ય દેહ ફરી ફરીને
મળે નહીં વારં વાર
ભાઇ તું ભજી લેને કિરતાર
જૂઠી કાયા જૂઠી માયા
જૂઠો કુંટુંબ પરિવાર
રાજા ભરથરી અને ગોપીચંદ
છોડી ગયા ઘરબાર.
ભાઇ તું ભજીલેને.........
કામ ક્રોધ મદ લોભ મોહમાં
જ્ઞાને જુઓ નથી સાર
આ અવસર જો ચૂકી ગયા તો
ખાશો જમ નો માર.
ભાઇ તું ભજીલેને...........
લાખો ગયાને તું પણ જવાનો
મૂરખ મનમાં વિચાર
સાચું કહું છું છતાં જુઠું માને તો
મૂઆ કુટુંબને સંભાળ.
ભાઇ તું ભજીલેને...........
સત ચરણ સદગુરૂની સેવા
સજ્જનનો શણગાર
દાસ સતાર" કહે કર જોડી
હરિ ભજી ઊતરો પાર.
ભાઇ તું ભજીલેને............

Comments
Post a Comment