meva male ke na male mare seva tamari karvi chhe મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે Bhajan lyrics in gujarati

મેવા મળે કે ના મળે
મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે 
મારે ભક્તિ તમારી કરવી છે
 
મારો કંઠ મધુરો ના હોય ભલે, 
મારો સૂર બેસૂરો હોય ભલે
શબ્દ મળે કે ના મળે
મારે કવિતા તમારી કરવી છે.
મેવા મળે કે ના મળે............

આવે જીવનમાં તડકા ને છાંયા,
 સુખ દુઃખના પડે ત્યાં પડછાયા
કાયા રહે કે ના રહે
 મારે માયા તમારી કરવી છે.
મેવા મળે કે ના મળે............

હું પંથ તમારો છોડું નહીં,
 ને દૂર દૂર ક્યાંય દોડું નહીં
સંસારને હું છોડી શકું 
એવી યુક્તિ મારે કરવી છે.
મેવા મળે કે ના મળે............

મેવા મળે કે ના મળે,
 મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે.

meva male ke na male mare seva tamari karvi chhe મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati