hradayma vastu chhe anmoli હૃદયમાં વસ્તુ છે અણમોલી Bhajan lyrics in gujarati
હૃદયમાં વસ્તુ છે અણમોલી
તારા રે ઘટમાં તારો પિયુજી બિરાજે
અંતરપટ જો ને ખોલી.
હૃદયમાં વસ્તુ છે.........
સંત સમાગમ નિશ દિન કરીએ,
સાંભળીએ શુધ્ધ બોલી
સજ્જન કેરા સંગમાં ભાઇ,
વાગે જ્ઞાનની ગોળી.
હૃદયમાં વસ્તુ છે..........
સત્ય સમશેર લઇને મારજો ભાઇ,
આ પાંચ પચીસની ટોળી
શુધ્ધ શબ્દો સંતોના ભાઇ,
પીજો ઘોળી ઘોળી.
હૃદયમાં વસ્તુ છે...........
ગુરૂ કરીને ગુરૂના ચરણમાં રહેજો,
લેજો શબ્દોને તાળી
"દાસ સતાર" ગુરૂ પ્રતાપે,
વાગે જ્ઞાનની ગોળી.
હૃદયમાં વસ્તુ છે............

Comments
Post a Comment