Hari Hara ni marji meto arji kari ene હરિહરાની મરજી મેંતો અરજી કરી છે એને Bhajan lyrics in gujarati

હરિહરાની મરજી, મેં તો અરજી કરી છે એને,
એ ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છે 

દુનિયા છોડી દોડી મેં, શરણ ગ્રહ્યું છે એનું,
મારા જીવનની દોરી, એને જ હાથ છે .
હરિહરાની મરજી........

છે દીન દયાળ એ તો, સાંભળશે દાદ મારી,
એ જાણે છે મારા દિલની, હું કહીશ દિલની એને .. ..
 હરિહરાની મરજી.........

એ તીરછી નજરે એણે, ઘાયલ કર્યો છે મુજને,
આ દિલડુ થયું દિવાનું, ચાહે છે દિલથી એને ..
 હરિહરાની મરજી..........

પ્રિત કરીને મુજ થી, પરદે રહે છે પ્રિતમ
પ્રિતમ પ્રિતમ ઝંખે છે, દિલ દર્શન કારણ એને …
 હરિહરાની મરજી...........

એની નજરે જીવન મારું, જીવું છું એ નજરે,
ગાફિલ છું પણ એની, નજર મુજ પર છે ને ..
હરિહરાની મરજી............

Hari Hara ni marji meto arji kari ene હરિહરાની મરજી મેંતો અરજી કરી છે એને Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati