Halo mara harijan ni hatadiye હાલો મારા હરીજન ની હાટડીએ Bhajan lyrics in gujarati
વૈરાગ્ય તો લાગ્યો ગુરૂજીની વાતડીએ
હાલો મારા હરીજનની હાટડીએ
હીરલાની વણજું તમે, કરીને વેપાર રે
ખોટ તો નહી આવે તારી, ગાંઠડીએ
હાલો મારા હરીજન.............
પ્રેમના રે પાલવ તમે, પહેરોને સુહાગણ
રંગ તો લાગ્યો, બીબા ભાતડીએ
હાલો મારા હરીજન..............
નાથજી તમને મેં તો, નેણ ભરી નીરખ્યા
અનુભવ કીધો છે, મારી આંખડીએ
હાલો મારા હરીજન................
દાસ રે "હોથી"ને ગુરૂ,મોરાર મળીયા
તાળી રે લાગી ગુરૂ, તમવડીએ
હાલો મારા હરીજન.................

Comments
Post a Comment