Gurujina namni ho mala chhe dokma ગુરુજીના નામની હો માળા છે ડોકમાં Bhajan lyrics in gujarati
ગુરૂજીના નામની હો માળા છે ડોકમાં
નારાયણ નામની હો માળા છે ડોકમાં
જુઠું બોલાય નહી, ખોટું લેવાય નહી
અવળું ચલાય નહી હો, માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો માળા........
ક્રોધ કદી થાય નહી, પરને પીડાય નહી
કોઇને દુભવાય નહી હો, માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો માળા........
સુખમાં છલકાય નહી, દુઃખમાં રડાય નહી
પાપને પાષાય નહી હો, માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો માળા........
ધન સંઘરાય નહી, એકલા ખવાય નહી
ભેદ રખાય નહી હો, માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો માળા........
બોલ્યું બદલાય નહી, ટેકને તજાય નહી
બાનું લજવાય નહી હો, માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો માળા........
"શ્રીહરીહરા નંદ" કહે, સત્યને ચુકાય નહી
નારાયણ વિસરાય નહી હો, માળા છે ડોકમાં
ગુરૂજીના નામની હો માળા.........

Comments
Post a Comment