Garva pate padharo ganpati ગરવા પાટે પધારો ગણપતિ Bhajan lyrics in gujarati


જમા જાગરણને કુંભ સ્થપાણાંને, મળ્યા જતી અને સતી
ગરવા પાટે પધારો ગણપતિ

તમારા સંગમાં સુધ બુદધ નારી સતિ
ગરવા પાટે પધારો ગણપતિ

નિજ્યાપંથી મંડપ રોપ્યાને, ધજા ધરમની ફરકતી
ગત ગંગાજી આરાધે બેઠા, નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ

વેદ ભણતાં બ્રભાજી આવ્યા, સાથે માતા સરસ્વતી
કેલાશમાંથી શીવજી પધાર્યા, સંગે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ

તેંત્રીસ કોટી દેવતા આવ્યા, આજ આવ્યા લક્ષ્મીપતિ
બાવન વીરને ચોસઠ જોગણી, આવ્યા હનુમાન જતી
ગરવા પાટે પધારો ગણપતિ

નવનાથને સિદધ ચોર્યાસી, આવ્યા ગોરખ જતી
પોકરણથી પીર રામદેવ પધાર્યા, બાર બીજના પતિ
ગરવા પાટે પધારો ગણપતિ

"કેશવ" તમને આવું વિનવે,સ્વામી મંગલ ગર્વ મુર્તિ
ધૂપ દીપને ઝળહળતી જ્યોતી, ઊતારું આરતી
ગરવા પાટે પધારો ગણપતિ

Garva pate padharo ganpati ગરવા પાટે પધારો ગણપતિ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati