Garibi ma jivan gujaro karu chhu ગરીબીમાં જીવન ગુજારો કરું છું Bhajan lyrics in gujarati
ગરીબીમાં જીવન ગુજારો કરું છું
છતાં પ્રભુ તારો પુકારો કરું છું
ગરીબીમાં જીવન .. ..
ભરોસો છે મુજને પ્રભુ, ભલે નૈયા ડોલે
હુંતો તારા ઇશારે ઈશારો કરું છું
છતાં પ્રભુ તારો પુકારો કરું છું
ગરીબીમાં જીવન .. ..
જીગર દિલ માંહી છે તો બળે છે કલેજું
તો ઊઠી આગ અગ્નિમાં, વધારો કરું છું
છતાં પ્રભુ તારો પુકારો કરું છું
ગરીબીમાં જીવન .. ..
હતું એક દિલ તે તને દાન દીધું છે
તો વગર દિલથી હું જીવન ગુજારો કરું છું
છતાં પ્રભુ તારો પુકારો કરું છું
ગરીબીમાં જીવન ....
"સતાર" આ જમાના નો રંગ છે નિરાલો
તો દુનિયાના રંગથી હું ન્યારો ફરું છું
છતાં પ્રભુ તારો પુકારો કરું છું
ગરીબીમાં જીવન .. ....

Comments
Post a Comment