Eva sadguru Jena sacha re એવા સદગુરુ જેના સાચા રે Bhajan Lyrics in gujarati
એવા સદગુરૂ જેના સાચા રે ,
એ તો સૌને સરખા ગણે
સાચી જેની વાચા રે,
મુખથી જુઠું નહીં રે ભણે
કોઇ બ્રાભણ, કોઇ વાણિયા,
કોઇ શૈયદ, કોઇ શેખ
જ્ઞાને કરીને જોઇલો,
આત્મા સૌનો એક
એવી ન્યાત પડી ગઇ જુદી રે,
માતા સૌને સરખા જણે
એવા સદગુરૂ ........
જ્યાંથી હિન્દુ આવીયા,
ત્યાંથી મુસલમાન
ત્યાંથી પારસી ત્યાંથી
યહૂદી ત્યાંથી કીરસ્તાન
અજ્ઞાનીને મન જુદા રે,
જ્ઞાની કોને જુદા ગણે
એવા સદગુરૂ........
મહેતાજીએ શીખવ્યું,
એકડે એકથી એક
બગડે બેથી બગડી ગઇ,
એકના થયા અનેક
એક પ્રભુને જાણો રે,
ભકિત કરો શાંત પણે
એવા સદગુરૂ........
વટાલ શબ્દનો અર્થ ન જાણે,
કહે વટલી જાશું ભાઇ
બ્રાભણને ઘેર ભંગીયો વટલે,
એ છે ક્યાંની નાવાઇ
એવા ભેદ એના ઊંડા રે,
રસ્તો છે ભાઇ દૂર ઘણે
એવા સદગુરૂ........
કડવું ઓસડ જેમ રોગને કાપે,
તેમ અજ્ઞાનને કાપે અજ્ઞાન
દાસ સતાર" સાચું કહે છે,
તમે સમજો ચતુર સુજાણ
એવા કાયર થઇને શું બેઠા રે,
હવે શૂરવીર થઇને આવો રણે
એવા સદગુરૂ.......

Comments
Post a Comment