Eva rasila nain vin એવા રસીલા નૈન વિણ Bhajan lyrics in gujarati
એવા રસીલા નૈન વિણ, બીજે હૃદય ઘવાય કાં
ૠણી બનીને આપનો, બીજે હવે જવાય ક્યાં
એવા રસીલા નૈન .. ..
જો જો અમારી પ્રિતડી, તમે અંત સુધી નીભાવજો
દ્વાર તમારૂ છોડીને, દિવાના લડા જાય ક્યાં
એવા રસીલા નૈન .. ..
પ્યાસી તમારા પ્રેમના, આવી ઊભા છે બારણે
પ્રેમસુરા વિણ હે સનમ, પ્યાસી હૃદય ધરાય કાં
એવા રસીલા નૈન .. ..
તારો હૃદયમાં વાસ છે, તેથી સર્વ સ્થળે પ્રકાશ છે
ગેબી અવાજ થાય છે, દ્વારે દ્વારે અથડાય ક્યાં
એવા રસીલા નૈન .. ..
જોયું જગે ફરી ફરી, પાસે મળ્યા છો શ્રી હરિ
જ્ઞાની ગુરૂ મળ્યા વિના, "સતાર" યોગ થાય ક્યાં
એવા રસીલા નૈન .. ..

Comments
Post a Comment