Eva het rakhjo tame ramthi એવા હેત રાખજો તમે રામથી Bhajan lyrics in gujarati

એવાં હેત રાખજો તમે રામથી
રાખે જેમ ચંદ્રને ચકોર, 
રાખે જેમ બપૈયા ને મોર
એવાં હેત રાખજો તમે રામથી ....

હેત રે વખાણીએ કુંજલડી કેરા 
બચલા મેલીને, મેરામણથી જાય
આઠ આઠ માસે આવીને ઓળખે,
 એનું નામ હેત રે કહેવાય
એવાં હેત રાખજો તમે રામથી ....

હેત રે વખાણીએ વિંછણ કે રા
 બચલાને સોંપી દે શરીર
આપ રે મરે ને પરને ધરે, 
એવી જેની મેરૂ સરખી ધીર
એવાં હેત રાખજો તમે રામથી ....

અન્નડ પંછીને હેત રે ઘણેરો, 
ઊડીને આકાશેથી જાય
દ્રષ્ટિ થકી કુળ જેના નિપજે, 
એનું નામ હેત રે કહેવાય
એવાં હેત રાખજો તમે રામથી ....

હેત રે વખાણીએ પનિહારી કેરા,
 કુવે જળ ભરવાને જાય
હસે રમેને કરતાળી દીયે,
 છતાં એની સુરતા બેડલાની માંય
એવાં હેત રાખજો તમે રામથી ....

રંગબિરંગી ભમરડા ઊડીને,
 આકાશેથી જાય
"દાસી રે જીવણ" સંતો વિનવે, 
આવી વાતું અનુભવીને ઓળખાય
એવાં હેત રાખજો તમે રામથી ...…

Eva het rakhjo tame ramthi એવા હેત રાખજો તમે રામથી Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati