ene jane koi anubhavi gyani એને જાણે કોઈ અનુભવી જ્ઞાની Bhajan lyrics in gujarati
એને જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની.
વાલીડા રે મારા મુંગે સપનામાં મોજું માણી,
એને સમજે પણ વદે નહી વાણી
આ જ્ઞાનની વાતો છાની.............
વાલીડા રે મારા મુંગા સપનામાં બોલે વાણી,
કોઇ જ્ઞાનીએ ગત એની જાણી
આ જ્ઞાનની વાતો છાની.............
વાલીડા રે મારા જ્ઞાનમાં મોજું મજાની,
એને શું સમજે અભિમાની
આ જ્ઞાનની વાતો છાની...............
વાલીડા રે મારા કહે "સતાર" દાસ દયાની,
તમે શીદને કરો છો ખેંચા તાણી
આ જ્ઞાનની વાતો છાની................

Comments
Post a Comment