ekvar hu ne mira mathurama gyata એકવાર હુંને મીરાં મથુરામાં ગ્યાતા Bhajan lyrics in gujarati
એક વાર હું ને મિરાં મથુરામાં ગ્યાતા
મથુરામાં ગ્યાતા અમે,
ગોકુલમાં ગ્યાતા.
એક વાર હું ને........
કાળા કાળા કૃષ્ણ હતાને,
ગોરી ગોરી ગોપીયો
રાસ લીલા જોવામાં અમે,
ભાન ભૂલી ગ્યાતા
એક વાર હું ને..........
હાથમાં લાકડીઓ હતી ને,
પગમાં ચાખડીઓ હતી
મંદીરની ઓસરીમાં,
ભજન કરી ગ્યાતા
એક વાર હું ને..........
બોરડાવાળી બંડી હતીને,
માથે કાન ટોપીઓ
મોહન વગાડે મોરલીને,
નાચે છે ગોપીઓ
ઘૂઘરીને ઘમકારે અમે,
ભાન ભૂલી ગ્યાતા
એક વાર હું ને..........
મીરાં હતી ભજનમાં ને,
હું મોહ્યો તો ગીતમાં
મીરાં તો માધવને જોતી હતી ચીત્તમાં
પત્થરા પણ "મીરાં"ને સાદ પાડી રહ્યાતા
એક વાર હું ને............

Comments
Post a Comment