Dekho harishchandra chaly bajare દેખો હરિશ્ચંદ્ર ચાલ્યા બજારે Bhajan lyrics in gujarati
દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે,
સતવાદી સતને માટે
રાજા છતાં રૂખી ઘેર વેચાણા,
બાના તણા બિરદને માટે
દેખો હરિશ્ચંદ્ર ....
ના કહું તો મારો નાથજી લાજે,
વચન દઇ વળીયા વાટે
રાણી તાળાંઠે રોહીદાસ વેચાણા,
ભકિત ભલાને શિર સાટે
દેખો હરિશ્ચંદ્ર ....
કુંવર રોહીદાસને સર્પ જ ડસીયો,
વાત વેચાણી કાશીને ઘાટે
કાઢી ખડગ રાજા તારાંદે પર કોપ્યા,
લાગી ના મૂઆને માટે
દેખો હરિશ્ચંદ્ર ....
જે ધરણીને કંપે કૈલાસા,
વાલમરૂપ ધર્યુ વૈરાટે
નીમાધારી રાજા નીમ ના છોડે,
સન્મુખ ચાલીને ચરણો વાટે
દેખો હરિશ્ચંદ્ર ....
પાછાં પગલા ન હોય શૂરાના,
વળી નિકળ્યા વસમી વાટે
કહે "રવિરામ" ગુરૂ ભાણ પ્રતાપે,
જઇને પૂજાણા હરિને પાટે
દેખો હરિશ્ચંદ્ર ....

Comments
Post a Comment