chhodi mat ja mane ekli vanjara છોડી મત જા મને એકલી વણજારા Bhajan lyrics in gujarati

છોડી મત જા મત જા મને એકલી વણજારા
મેલી મત જા મને પરદેશમાં વણજારા
જીયો વણજારા, જીયો વણજારા

ડુંગર ઉપર એક દેરડી વણજારા
ત્યાં ચડી ચડી જોવા તારી વાટડી વણજારા
જીયો વણજારા....

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા
મારા કરમે નિકળ્યા કથીર રે વણજારા
જીયો વણજારા....

દુધે ભરી તલાવડી વણજારા
મારા સાયબો મોતિડાની પાળ રે વણજારા
જીયો વણજારા.....

"કાજીમામદશા"ની વિનંતી વણજારા
જીવડા રોકાઈજા આજની રાત રે વણજારા
જીયો વણજારા.. ..

chhodi mat ja mane ekli vanjara છોડી મત જા મને એકલી વણજારા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati