chhe mantra sada mangalkari om namah shivay છે મંત્ર સદા મંગલકારી ૐ નમઃ શિવાય Bhajan lyrics in gujarati
છે મંત્ર મહા મંગલકારી,
ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય,
એ જાપ જપો સૌ નર નારી,
ૐ નમઃ શિવાય,(૨)....
એ મંત્રથી રામ વિજયને વર્યા,
શ્રી રામેશ્વરને યાદ કર્યા,
કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા,
ૐ નમઃ શિવાય, (૨) ....
યમ કુબેર ઇન્દ્રાદિક દેવો,
કહે મંત્ર સદા જપવા જેવા,
શ્રધ્ધા રાખી શિવને સેવો,
ૐ નમઃ શિવાય, (૨) ....
ઋષી મુનિઓ જેને ધ્યાને છે,
વળી વેદ પુરાણને પાને છે,
બ્રહ્માને વિષ્ણુ વખાણે છે,
ૐ નમઃ શિવાય, (૨) ....
એ મંત્રથી સિધ્ધિ સૌને મળે,
વળી તન મનના સૌ તાપ ટળે,
છેવટ મુકિતનું ધામ મળે,
ૐ નમઃ શિવાય, (૨) ....
એ મંત્રથી સદા સુખકારી,
ભવસાગરથી લેશે તારી,
પ્રેમેથી બોલા સૌ સંસારી,
ૐ નમઃ શિવાય, (૨) ....

Comments
Post a Comment