Chalo ne vidur gher Jaye odhavji ચાલો ને વિદુર ઘેર જાયે ઓધવજી Bhajan lyrics in gujarati
ચાલાને વિદુર ઘેર જાઇએ
ઓધવજી ચાલો વિદુર ઘેર જાઇએ
બંટીનો રોટલોને તાંદળજાની ભાજી
રૂચિ રૂચિ ભોજન ધરાઈ
ઓધવજી ચાલો ....
ફાટેલ એની ગોદડીને, તૂટેલ એની ખાટલી
પ્રેમના પલંગ બિછાઇ
ઓધવજી ચાલો .....
ઊંચા ઊંચા મહેલા, દુર્યોધન કેરા
રતિ ભર સુખ ન પાઇ
ઓધવજી ચાલો .....
કહત "કબીરા, સુનો ભાઇ સાધુ
સંત વસે ત્યાં વસીએ
ઓધવજી ચાલો .....

Comments
Post a Comment