Bhulati nathi e sukhi jindagi ne ભૂલાતી નથી એ સુખી જીંદગીને Bhajan lyrics in gujarati
ભૂલાતી નથી એ સુખી જીંદગીને, સુખી જીંદગીને
હમેંશા હતી જયાં ખુશી જીંદગીને, ખુશી જીંદગીને
સુખી જીંદગી બાલપણમાં ગુજારી,
જુવાનીએ કીધી દુઃખી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને........
ચડી ષડરિપુને અંગે જવાની,
બગાડી ઊમંગી ભરી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને.......
મળે વૃદધપણું ત્યારે, પસ્તાવો થાય,
દુઃખોમાં ગુજારી રડી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને.........
આ અવનિમાં ઊત્તમ દેહ પામી,
કુમાર્ગે ચડી વેડફી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને........
કહે જીવ અજ્ઞાનમાં ભૂલી,
હજુયે સમજતો નથી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને.........
વિચારીને જો જીંદગી બંદગી છે,
મુરખ તું સમજતો નથી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને........
કર સંત સમાગમ તો જીવન સુધરશે,
દુઆઓ મળે છે ભલી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને........
દીધો બોધ "સતાર શાહ", સદગુરૂએ,
કૃપા મુજ ગુરૂની મળી જીંદગીને સુખી જીંદગીને.
ભૂલાતી નથી એ સુખી જીંદગીને.......

Comments
Post a Comment