Bhor samaye bhavtaran bholo ભોર સમયે ભવતારણ ભોળો Bhajan lyrics in gujarati
ભોર સમય ભવ તારણ ભોળો
પૂજો પ્રેમ પુકારી રે
ભોર સમય ભવ ............
વાઘામ્બર પિતાંબર સોહે
બેઠા દયાન ધરીને
દેખત ઐસા રૂપ મનોહર
કાળ રહે છે ડરીને રે
ભોર સમય ભવ............
ભાલે તિલક કેસરનું કીધું
અંગે વિભૂતિ ધરીને
ભાવ સહિત જો કોઇ ભજે ભોળાને
તો તો ન આવે જનમ ફરીને
ભોર સમય ભવ............
સેવક માટે વૃષભ ચડીને
જઇને મળે છે અરિને રે
દાસ "દયાનંદ" ઉપર દયા કરોને
પહોંચે શરણ હરિને રે
ભોર સમય ભવ............

Comments
Post a Comment