Bharme mat bhulo gomara re ભરમે મત ભૂલો ગોમારા રે Bhajan lyrics in gujarati
ભરમે મત ભૂલો ગેમારા રે
તમે પ્રેમેથી જોઇ લ્યો પ્યારા
નીત ઊઠીને વનરા સતાવે
જીવ કો મારી જીવ લાવે
આંધળી માલણ આંધળાં પૂજારા
પત્થર પુષ્પ ચડાવે ..
ભરમે મત ભૂલો …..
ષષ્ટ શાસ્ત્રને અઢાર પુરાણા
એકવીસ બ્રહ્માંડ વિસ્તારા
ચાર ચાર વેદ બ્રભાંજી પઢતે
સાહેબ ઉનસે ન્યારા ..
ભરમે મત ભૂલો …..
એક પાણી એક જ પત્થરા
એક નાવણ કા આરા
એક મુરત મૈં ઐસી દેખી
જેના રામ કૃષ્ણ પૂજારા ..
ભરમે મત ભૂલો .….
એક જ વાણી આ દિલમાં સમાણી
એક અલખ એક દ્વવારા
"ગોદડ" કહે સદગુરૂ ચરણે
વોહી સાહેબ હમારા ..
ભરમે મત ભૂલો ..

Comments
Post a Comment