Bhakti re karvi ene rank thayne rehvu ne ભક્તિ રે કરવી એને રાંક થઈને રેહવુંને Bhajan lyrics in gujarati
ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું પાનબાઇ
મેલવું અંતરનું અભિમાન
સદગુરૂ ચરણમાં શિશ નમાવીને
કરજોડી લાગવું તેમને પાય
ભક્તિ કરવી એને .......
જાતિ રે છોડી અજાતિ ન થાવું
કાઢવો વર્ણ કેરો વિકાર
જાતિ રે પાંતિ નહી હરિના દેશમાં
એવી રીતે રહેવું નિર્વાણ
ભક્તિ કરવી એને .......
પારકાના અવગુણ કદીયે જુવે નહી
એને જ કહીએ હરિના દાસ
આશાને તૃષ્ણા એકે નહી ઊરમાં
એના દ્રઢ રે કરવા વિશ્વાસ
ભક્તિ કરવી એને .......
ભક્તિ કરો તો એવી જ કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ
"ગંગાસતી" રે એમ બોલિયાને
એને કહીએ હરિના દાસ
ભક્તિ કરવી એને ........

Comments
Post a Comment