Bhajan vinani Mari bhukh nahi bange ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે Bhajan lyrics in gujarati
ભજન વિના મારી ભૂખ નહી ભાંગે હાં ..
સમરણ વિના મારી તલપ ન જાય રામા,
અવર દેવને મેં નહી યાચું ..
કૃપા કરીને તમે રણુજાના રાય રામા ...............
જીરે પીરજી પાંખ વિના પંખી કેમ ઊડશે હાં
જળ વિના માછલીના કોણ હવાલ રામા
તુમ વીના પીરજી કોણ ગતિ મેરી
લખપતી તમે સદા રખવાળ રામા
ભજન વિના મારી ભૂખ નહી ભાંગે હાં .…….......
જીરે પીરજી મકકા મદીના મકરાણા ઘોડા હાં
આવતાં પીરને દીઠા અસવાર રામા
બની ઠનીને વાલા વાટે ને ઘાટે
નીરખ્યા છે મેં તો રણુજા ના રાય
ભજન વિના મારી ભૂખ નહી ભાંગે હાં …….........
જીરે પીરજી આદી પરુષ અલખ પણ આપ છો હાં
જનમો જનમની કાપી રે જંજાળ
મહેર કરીને મારે મંદીર પધાર્યા
ધન ધન અજમાલ ઘરે અવતાર
ભજન વિના મારી ભૂખ નહી ભાંગે હાં ..............
જીરે પીરજી અગિયારસ પોકરણગઢ મેળો હાં
ધણી મળ્યા મને માતાની ઝાળા
હરિને શરણે રે ભાટી હરજી બોલ્યા
રામા ધણી હર પળ લેજો સંભાળ
ભજન વિના મારી ભૂખ નહી ભાંગે હાં ……………...

Comments
Post a Comment