Bhai tu rehje taiyar thay ભાઈ તું રેહજે તૈયાર થઈ Bhajan lyrics in gujarati
ભાઇતું રહેજે તૈયાર થઇ
તારી ચીઠીયું આવી ગઇ
ચેત ચેત તને ચેતવીને, કાનમાં દીધું છે કહી
જમડઓ જરીએ ધીરજ ન રાખે, બધું જાશે અધૂરું રહી
હવે તારી ચીઠીયું .. ..
યુવાનીમાં તું અવળે પંથે, દોડયા દોટું દઇ
કાંટાડે માર્ગે બદલ્યો છે કેડો, પાછા પગમાં જોડા નહી
હવે તારી ચીઠીયું ....
બચપણમાં તને સૌએ તેડયો, બાપા બાપા કહી
મોહમાયા રૂપી દોરડે બાંધ્યો, પછી નાખ્યો કૂવામાં જઇ
હવે તારી ચીઠીયું ...…
તરવાની કોઇ ત્રેવડ મળે નહી, ગતિ તારી ગુંગળાઇ ગઇ
નિકળવા તું જોર કરે પણ, કૂવે કંદોરા નહી
હવે તારી ચીઠીયું ....
સગા વહાલા બધા જુએ તમાશો, કૂવે ઊભા રહી
"કડવો ભગત" કહે રામને ભજીલે,
એના વિના કાઢનારું કોઇ નહી
હવે તારી ચીઠીયું ....

Comments
Post a Comment