Avi avi alakh jagayo આવી આવી અલખ જગાયો Bhajan lyrics in gujarati
આવી આવી અલખ જગાયો, એવા અમારે મોલે,
ઉતર દિશાથી એક રમતા જોગી આવ્યા રે..
વાલીડા મારા સત્ય કેરી સોઇ, શબ્દોના ધાગા રે,
ખલકો ખૂબ બનાયો.
એવો અમારે મોલે........
વાલીડા મારા પહેરણ પીતાંબર કેસરીયા વાઘા રે,
કેસર ભીના તિલક લગાયા.
એવો અમારે મોલે..........
વાલીડા મારા ભ્રમર ગુફામાં જોગીડે આસન વાળ્યા રે,
અનહદ નાદ બજાયા.
એવા અમારે મોલે...........
વાલીડા મારા ઇ રે જોગીડાને જનમ મરણ નાવે રે,
નહી આયા ને નહી જાયા.
એવા અમારે મોલે..........
વાલીડા મારા "ત્રીકમ સાહેબ" ખીમ કેરે ચરણે રે,
હરખ હરખ હુણ ગાયા.
એવા અમારે મોલે..........

Comments
Post a Comment