Asha Karu chhu apni આશા કરું છું આપની Bhajan lyrics in gujarati
આશા કરું છું આપની, અન્ય કોઇ ઇચ્છા નહી
કળીકાળમાં કૃપા વિના, મુકિત મળે નહી
આશા કરું છું આપની ......
શરણે ગયા જે સેવકો, એને ઊગારતા
ષડરિપુ સતાવેતો એને મારતા
બગદાણામાં બિરાજતા, બીજે મળે નહી ..
આશા કરું છું......
મેરૂ સમ મહાન જે, ધીરજ ધરી રહ્યા
ઇચ્છાઓને અળગી કરી બ્રભમાં ભળી ગયા
મદ મોહ કોધ કામથી, કદીએ ચડે નહી ..
આશા કરું છું......
વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા
વર્તનમાં એકે નહી, વાણી થઇ ફના
બાપા એવી બુધ્ધિ આપજો, કોઇને નડે નહી ..
આશા કરું છું......
પ્રથમ પ્રભુનું નામ છે, વિશ્વે વિચારીએ
બાપા કહે એ સૌ પ્રથમ, એને સંભાળીએ
દર્દ એના નામથી, નડતર કરે નહી ..
આશા કરું છું......
બિરાજો બજરંગદાસજી, બાપા તમે બધે
અણુ અણુમાં આપને નિરખીએ અમે
આશિષ એવા આપજો, જીવ જમથી ડરે નહી ..
આશા કરું છું.......
ચતુરાઇ એવી છું કરુ, કવિતા લખી લખી
અંતર ઊપજાવીને, આપો શુભ મતિ
મારી વૃતિ તુજ ચરણથી,પાછી ફરે નહી ..
આશા કરું છું.......
સેવા અને સતસંગથી, સુધરે અહીં ઘણા
નારાયણ નિત્ય જગ્યા થકી, જીવ પામે શુભ ગતિ
બજરંગ વાલા રામને, સંશય જરીયે નહી ..
આશા કરું છું........

Comments
Post a Comment