Aparampar Prabhu avgun Mora અપરંપાર પ્રભુ અવગુણ મોરા Bhajan lyrics in gujarati

અપરંપાર પ્રભુ અવગુણ મોરા, 
માફ કરીને મુરારી રે
અપરંપાર પ્રભુ અવગુણ મોરા

સાધુ દુભવ્યા મેં બ્રાભણ દુભવ્યા,
 ભક્તો દુભવ્યા ભારી રે રે
માત પિતા બંનેને દુભવ્યા,
 ગરીબકો દીની ગાલી રે
અપરંપાર પ્રભુ............


ભજન થાય ત્યાં નિંદરા આવે, 
પર નિંદા લાગે પ્યારી રે
મિથ્યા સુખમાં આનંદ વરતે, 
એવી કુટિલ કુબુદ્ધિ મારી રે
અપરંપાર પ્રભુ.............


દયા ધર્મની વાત ન જાણું,
 અધર્મનો અધિકારી રે
પાપી પુરો હું જુઠો બોલો,
 બહુનિરખું પરનારી રે
અપરંપાર પ્રભુ..............


સંસાર સાગર મહા જલ ભરીયો,
 ભરીયો છે બહુ ભારી રે
"તુલસીદાસ"ગરીબની વિનંતિ, 
હવે તો લ્યોને ઊગારી રે
અપરંપાર પ્રભુ...............

Aparampar Prabhu avgun Mora અપરંપાર પ્રભુ અવગુણ મોરા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati