Anand ghadi hete bhajva hariઆનંદ ઘડી હેતે ભજવા હરિ Bhajan lyrics in gujarati
આનંદ ઘડી હેતે ભજવા હરી
મારા સાહેબો સુહાગી મળીયા આનંદ ઘડી
પ્રેમના રે પ્યાલા મારા સદગુરૂએ પાયા
જોત રે જોતામાં અમુલખ વસ્તુ મળી
મારા સંતો સુહાગી........
ગગન મંડલમાં વાજા રે વાગે
તુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ
મારા સંતો સુહાગી........
હૃદય કમલમાં થયાં અજવાળા
ત્રિવેણીના તીર પર એક જ્યોત ખડી
મારા સંતો સુહાગી.........
"દાસી જીવણ" સંતો ભીમ ગુરૂ ભેટયા
એણે રે બતાવી અમને અમર જડી
મારા સંતો સુહાગી..........

Comments
Post a Comment