Amne amari kayare Tano nahi vishwasઅમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ Bhajan lyrics in gujarati
અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ
પારકા ભરોસો રે, દિલડામાં નવ આણીએ રે હો જી
નવ તેરી નગરી, સાંયા તેરી ખૂબ બની રે હો જી
એમાં અવળા સવળા, મણિયારે માડયા છે હાટ
પારકો ભરોસો રે ....
નેવા તારા નમ્યાં, ભીતું ગરવા લાગી રે હો જી
ગરવા લાગી મંદીરીયાની પછીત
પારકો ભરોસો રે
હંસો રાજા હાલ્યો, પિંજર એના પડી તો રહ્યા રે હો જી
મેલી હાલ્યો સરોવરીયાની રે પાળ
પારકો ભરોસો રે
કોઈ નર ઓરે, હીરા માણેક મોતીડાં રે હો જી
મારા હરિજન ઓરે, હીરલા પરવાળાના હાર
પારકા ભરોસો રે
ગુરૂને પ્રતાપે "જેઠીરામ" બોલીયા રે હો જી
જેઠીરામ ગત રે ગંગાજીના દાસ
પારકો ભરોસો રે ....

Comments
Post a Comment