Amne adso ma abhdaso અમને અડશો મા અભડાશો Bhajan lyrics in gujarati

અમને અડશો માં અભડાશો
પછી તમે ન્હાવાને કયાં જાશો
અમને અડશો ના................

નાત જાતના બંધન છૂટયા, છૂટી જુઠી લાજ
ગુરૂ પ્રતાપે અમને મળ્યું છે, પ્રેમ નગરનું રાજ
અમને અડશો માં................

અભડાવાની જો બીક ન હોય તો, આવો અમારી પાસે
આ નાતિલા બધા જો નિંદા કરશે તો, પાપ બધા ધાવાશે
અમને અડશો મા................

નાત જાતના બંધન માંહી, કદીયે નહી બંધાશું
સર્વાંગી બની સર્વ સ્થળે, અમે પ્રમી બનીને જાશું
અમને અડશો મા................

પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી અમારૂં નામ
વહેમની વાટે કોણ જાય, જયાં જણાય હું અને મારું
અમને અડશો મા................

ઊંચ નીચના ભેદ જે ભૂલે, સંપીલા થઇ ફરશું
સત સેવા સત કર્મ કરીને, અમર વરને વરશું
અમને અડશો મા................

ઊંચ નીચના ભેદ જે ભૂલે, તે સાચું સુખ માણે
"દાસ સતાર" કહે સમજાવી, અભિમાની શું જાણે
અમને અડશો મા................

Amne adso ma abhdaso અમને અડશો મા અભડાશો Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati