Akhand roji harina hathma અખંડ રોજી હરિના હાથમાં Bhajan lyrics in gujarati
અખંડ રોજી હરીના હાથમાં,
વાલો મારો જુવે છે વિચારી
દેવા વાળો નથી દુબળો,
ભગવાન નથી રે ભિખારી
અખંડ રોજી હરીના .......
જળને સ્થળ તો અગમ છે,
આ કાયા છે વિનાશી
સર્વેને વાલો મારો આપશે,
મનડાં રાખોને વિશ્વાસી
અખંડ રોજી હરીના ........
નવ નવ મહિના ઉદરમાં રહ્યા,
વાલે મારે જળથી જીવાડયા
ઉદર વસ્યાને હાર આપશે,
આપશે સૂતાને જગાડી
અખંડ રોજી હરીના ........
ગરૂડે ચડીને ગોવિંદ આવજો,
આવજો અંતર્યામી
ભકતોના સંકટ કાપજો,
"મહેતા નરસૈંયા" ના સ્વામી
અખંડ રોજી હરીના ....

Comments
Post a Comment