Abhyas jagya pachhi bahu bhamvu nahi panbai અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં પાનબાઈ Bhajan lyrics in gujarati
અભ્યાસ જાગ્યા પછી
બહુ ભમવું નહી પાનબાઇ,
રહેવું ભેદવાદીની સાથ.
કાયમ રહેવું તમારે એકાંતમાં,
માથે સદગુરુનો હાથ
અભ્યાસ જાગ્યા પછી.........
તીર્થ વ્રત કરવા નહી પાનબાઇ,
ન કરવા સદગુરુના કર્મ,
આવી ખટપટ છોડી રે દેવીને,
જ્યારે જણાય માયલો મર્મ .
અભ્યાસ જાગ્યા પછી...........
હરિમય જ્યારે જગત જણાયું,
પ્રપંચથી રહેવું અતિ દુર,
મોહને મમતા છોડી રે દેવા,
હરિ ભાળવા ભરપુર
અભ્યાસ જાગ્યા પછી.............
મેળાને મંડપ કરવા નહી પાનબાઇ,
એ છે અધુરીયાના કામ
ગંગાસતી રે એમ બોલીયા ને રે,
જોવા હોય પરિપૂરણ રામ
અભ્યાસ જાગ્યા પછી ...............

Comments
Post a Comment