koi re batavo amne jogido re કોઈ રે બતાવો અમને જોગીડો રે Bhajan lyrics in gujarati

કોઈ રે બતાવો અમને જોગીડો રે
          જોગી મારી કાયાનો રે ઘડનાર
                                કોઈ રે બતાવો અમને......

હું રે હરણીને પિયુ મારા પારધીયા રે
           માર્યા અમને શબદના રે બાણ
વાગ્યા રે હશે એ નર જાણશે રે
             અવર શું જાણે રે અજાણ
                                  કોઈ રે બતાવો અમને......

ચોપાટુ માંડી રે સંતો ભાઈ શૂન્યમાં રે
             રમું મારા પિયુજી ને રે સંગાથ
હું રે હારુ તો પિયુજી ની દાસી  રે
             પિયુજી હારે તો રે'વે મારી સાથે
                                   કોઈ રે બતાવો અમને......

સાવરે ફૂલડાની વાળેલી ગાંઠડી રે
             વળી એમાં હિરલાની રે ગાંઠ
ગાંઠ તૂટી પણ એ છુટે નહિ રે
              બાંધી એમાં પિયુજીની રે વાત
                                   કોઈ રે બતાવો અમને......

હું રે પ્યાસી પિયુ તારા નામની રે
                જપુ હુતો પિયુ પિયુ ના જાપ
મચ્છંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા રે
                 પિયુ મારા તન મનમાં રીયો રે સમાય
                                      કોઈ રે બતાવો અમને......

કોઈ રે બતાવો અમને જોગીડો રે
          જોગી મારી કાયાનો રે ઘડનાર
                                કોઈ રે બતાવો અમને......


koi re batavo amne jogido re કોઈ રે બતાવો અમને જોગીડો રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati