jiyo re Kabira Bhajan dhun lagi જીઓ રે કબીરા ભજન ધૂન લાગી Bhajan lyrics in gujarati

રામધૂન લાગી જેને ભજન ધૂન લાગી
       જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

જળ કેરી સંગતુમા પથરા બિગડ્યા
     પથરા બિગડ્યા એમાં હીરલા નિવડ્યા
              જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

છાશ કેરી સંગતુમા દૂધડા બિગડ્યા
    દૂધડા બિગડ્યા એમાં ગોરસ નિવડ્યા
               જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

ઝાડ કેરી સંગતુમા લીમડા બિગડ્યા
      લીમડા બિગડ્યા એમાં ઔષધ નિવડ્યા
                 જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

સાધુ કેરી સંગતુમા કબીરા બિગડ્યા
      કબીરા બિગડ્યા એમાં સંત રે નિવડ્યા
                   જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

રામધૂન લાગી જેને ભજન ધૂન લાગી
       જીઓ રે કબીરા ભજન ધૂન લાગી


jiyo re Kabira Bhajan dhun lagi જીઓ રે કબીરા ભજન ધૂન લાગી Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics




Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati