Tame mara shyam chho તમે મારા શ્યામ છો..Bhajan lyrics in gujarati

તમે મારા શ્યામ છો, 
      ગિરિધર ગોપાલ છો,
રાણી રે રાધાજીના,
      તમે મારા શ્યામ છો, 
                     તમે મારા શ્યામ છો...

તમે આવો તો ખરા 
  મારૂ મન શાને મૂંઝાવો છો
તમે બોલો તો ખરા
   દુઃખી દિલ શાને દુભાવો છો
મોરલી વગાડી કાના,
     શીદને રડાવો છો
રાણી રે રાધાજીના,
      તમે મારા શ્યામ છો, 
                     તમે મારા શ્યામ છો...

તમે ગોકુળિયું છોડી ,
      મથુરા શાને પધારો છો
તમે હિરણ્યાકંશ મારી ને
       પ્રહલાદ ઉગારો છો
દેવકીના જાયા વાલા
       નંદજીના લાલ છો
રાણી રે રાધાજીના,
      તમે મારા શ્યામ છો, 
                     તમે મારા શ્યામ છો...

તમે ગોવર્ધન તોરી
     ને ગોકુલ ઉગારો છો
તમે કાળીનાગ નાથી
     કાળા કાન કહાવો છો
સોળસો ગોપીયુના વાલા
     તમે એક કાન છો
રાણી રે રાધાજીના,
      તમે મારા શ્યામ છો, 
                     તમે મારા શ્યામ છો...

તમે ગોવિંદ ગોપાલને
   રાજા રામ કહાવો છો
સકલ પદારથમાં
જુદા જુદા નામ ધરાવો છો
દાસ રે જુગલના વાલા
   તમે શીરતાજ છો
રાણી રે રાધાજીના,
      તમે મારા શ્યામ છો, 
                     તમે મારા શ્યામ છો...

Tame mara shyam chho તમે મારા શ્યામ છો..Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics



Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati