Ranujavalo mara kaljani kor રણુજા વાળો મારા કાળજાની કોર bhajan lyrics in gujarati

 રણુજાવાળો મારા કાળજાની કોર

    પોકરણઢવાળો કાળજાની કોર

લીલી ધજાને માથે બોલે ઝીણા મોર

                           બોલે ઝીણા મોર

  રણુજાવાળો રામો રણુજા રે વાળો


હે સોનાનું પારણુંને હિરલાની દોરી‌

હે સોનાનું પારણુંને હિરલાની દોરી‌

રામદે વિરમદે વિરલાની જોડ

રામદે વિરમદે વિરલાની જોડ

                          લીલી ધજા...........


હે બેની સગુણાની વારે રામદેવ પીર જાય

હે બેની સગુણાની વારે રામદેવ પીર જાય

મુવેલો ભાણેજ સજીવન થાય

મુવેલો ભાણેજ સજીવન થાય

                             લીલી ધજા..........


રાણી નેતલને પીર પરણવાને જાયે

રાણી નેતલને પીર પરણવાને જાયે

માતા મિણલદેના હૈયા‍ હરખાય

માતા મિણલદેના હૈયા હરખાય

                               લીલી ધજા...........


હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય

હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય

પીરજીના ચરણે મારો વાસ થ‌ઈ જાય

પીરજીના ચરણે મારો વાસ થ‌ઈ જાય

                                લીલી ધજા............


હે રણુજા ની જાત્રાએ જે કોઈ જાય

હે રણુજા ની જાત્રાએ જે કોઈ જાય

ભવના દુઃખડા ભાંગી રે જાય

‌ભવના દુઃખડા ભાંગી રે જાય

                                લીલી ધજા............

Ranujavalo mara kalja ni kor, bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati