Man no marliyo rate taru nam મનનો મોરલિયો રટે તારું નામ bhajan lyrics in gujarati

મનનો મોરલિયો રટે તારું નામ
મારી ઝૂંપડીયે આવો મારા રામ
એકવાર આવી પૂરો હૈયા કેરી હામ
મારી ઝૂંપડીયે આવો મારા રામ

સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા
સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા
રાત દિવસ મને સૂઝે નહીં કામ
મારી ઝૂંપડીયે આવો મારા રામ
                                મનનો મોરલિયો.......

આંખલડીયે મને ઓછું દેખાય છે
દર્શન વિના મારું દલડું દુભાય છે
નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ
મારી ઝૂંપડીયે આવો મારા રામ
                                મનનો મોરલિયો.......

એકવાર વા'લા તારી ઝાંખી જો થાયે
આંસુના બિંદુથી ધોવું તારા પાયે
માગું સદાય તારા ચરણોમાં વાસ
મારી ઝૂંપડીયે આવો મારા રામ
                                મનનો મોરલિયો.......

મનનો મોરલિયો રટે તારું નામ
મારી ઝૂંપડીયે આવો મારા રામ
એકવાર આવી પૂરો હૈયા કેરી હામ
મારી ઝૂંપડીયે આવો મારા રામ


Man no marliyo rate taru nam મનનો મોરલિયો રટે તારું નામ bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Post a Comment

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati