He manav vishvas kari le samay bani samjavu chhu હે માનવ વિશ્વાસ કરીલે સમય બની સમજાવું છું bhajan lyrics in gujarati
હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી
અવતાર ધરીને આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે ..
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે
ઘર ઘર હાથ લંબાવું છું
માફ કરો એ શબ્દ સાંભળી
પારાવાર પસ્તાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે ..
દીન દુઃખિત પર નફરત દેખી
નીત આંસુડે નાવુ છું
સંતો ભક્તોના અપમાનો
જોઈ અને અકળાવુ છું
હે માનવ વિશ્વાસ કરી લે
ઓળખનારા ક્યા છે આજે
દંભીથી દુભાવુ છું
આપ કવિની ઝૂંપડીએ હું
રામ બની રહી જાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે
શ્રીમંતોનુ સુખ સરાહી
આંગણ જોવા આવું છુ
રજા સિવાય અંદરના આવો
વાંચીને વયો જાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે ..
હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી
અવતાર ધરીને આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે ..

Comments
Post a Comment