Bangla no bandhnar kevo mara bhai બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ bhajan lyrics in gujarati

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
     આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
કોણે રે બનાવ્યો ભાઈ કોણે રે બનાવ્યો
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
     આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો


લોઢું નથી રે એમાં નથી રે લાકડું
   નથી ખીલા કે નથી ખીલી મારા ભાઈ
   આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

ઈંટો નથી રે એમાં નથી રે ચૂનો
     નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ
       આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

આ રે બંગલા માં જોને દસ દરવાજા
       નવસો નવ્વાણું બારી મારા ભાઈ
        આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

કડિયા કારીગરની કારીગરી કેવી
        પાણીની બાંધી હવેલી મારા ભાઈ
         આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

બંગલો બનાવી જીવાભાઈ પધરાવ્યા
        નથી દેતા કાંઈ ભાડું મારા ભાઈ
         આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

નટવર શેઠની નોટિસો આવી
         અમારે ચોપડે ખાતા મારા ભાઈ
           આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

ઈંટો જીવાભાઈ જમડા બોલાવે
       માલિકની ખૂટી મહેરબાની મારા ભાઈ
       આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

બુદ્ધિ શેઠાણી શેઠ ને સમજાવે
        હવે સમજો તો સારું મારા ભાઈ
         આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

પાછું વળી શું જુઓ જીવાભાઈ
    ખૂટી હવે મહેરબાની મારા ભાઈ
      આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

જીવલડો ડરીને ગયો પ્રભુ શરણે
      તારશે પ્રેમ નગરવાળો મારા ભાઈ
       આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
                                         બંગલાનો........

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
     આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો
કોણે રે બનાવ્યો ભાઈ કોણે રે બનાવ્યો
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
     આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો


Bangla no bandhnar kevi mara bhai બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati