Agad bam agad bam dak vage damru nache sadashiv અગડબમ અગડબમ ડાક વાગે ડમરુbhajan lyrics in gujarati
અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ
નાચે સદાશિવ આગે ભૈરવ (૨)
ભોળાનાથે ભાંગી વાવી નીંદે છે ગણેશ(૨)
પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેશ.
અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ
નાચે સદાશિવ આગે ભૈરવ (૨)
ભાંગ કેરા રોટલાને ધતૂરાનુ શાક(૨)
પીરસે મૈયા પાર્વતીને જમે ભોળો નાથ
અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ
નાચે સદાશિવ આગે ભૈરવ (૨)
કોઈ ચડાવે ભભૂતીને કોઈ ચડાવે ભંગ
નાગણના સિંગારે સોહે ભોળોનાથ
અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ
નાચે સદાશિવ આગે ભૈરવ (૨)

Comments
Post a Comment