Hari Tara nam chhe hajar હરિ તારા નામ છે હજાર bhajan lyrics in gujarati

 હરિ તારા નામ છે હજાર

      કયા નામે લખવી કંકોત્રી

રોજ રોજ બદલે મુકામ

     કયા નામે લખવી કંકોત્રી

                                હરિ તારા..‌.....


કોઈ તને રામ કહે 

       કોઈ તને શ્યામ કહે

કોઈ કહે નંદનો કિશોર

      કયા નામે લખવી કંકોત્રી

                                હરિ તારા......‌.‌.


મથુરામાં મોહન ને

       ગોકુળમાં ગોવાળીયો

દ્વારિકામાં રાય રણછોડ

     કયા નામે લખવી કંકોત્રી

                                હરિ તારા.........


નરસિંહ મેહતા નો

        સ્વામી શામળીયો

મીંરા નો ગિરિધર ગોપાલ

     કયા નામે લખવી કંકોત્રી

                               હરિ તારા..........


ભાણોનાથ કહે 

     એના નામ તો હજાર છે

અંતે તો એકનો એક

      કયા નામે લખવી કંકોત્રી

                              હરિ તારા..........‌‌

Hari Tara name chhe hajar,bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics


   


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati